કુંવરબાઈનું મામેરું યોજના 2023| Kuvarbai Nu Mameru Yojana Online Form

Kuvarbai Nu Mameru Yojana
Kuvarbai Nu Mameru Yojana

Kuvarbai Nu Mameru Yojana I કુંવરબાઈનું મામેરું યોજના 2023 I Apply online |Application Form I ઓનલાઈન અરજી I Benefit, Online Apply, Registration, Eligibility, Beneficiary, Documents I Application Status I PDF ફોર્મ I

ગુજરાત સરકાર વિવિધ વિભાગો દ્વારા લોક કલ્યાણ માટે વિવિધ કાર્યક્રમો અને યોજનાઓ ચલાવે છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ચલાવવામાં આવતી કુંવરબાઈનું મામેરું યોજના એ એક એવી યોજના છે પુખ્તવયની કન્યાઓના લગ્ન પ્રસંગે તેમને આર્થિક સહાય આપે છે. આ લેખમાં આપણી આ યોજનાનો લાભ કેમ લેવો એ વિશે સંપુર્ણ માહિતી આપીશું તો આ લેખ સાથે છેલ્લે સુધી જોડાયેલા રહો.

કુંવરબાઈનું મામેરું યોજનાના મુખ્ય બિંદુઓ

યોજનાનું નામKuvarbai Nu Mameru Yojana
યોજનાનો હેતુરાજ્યમાં જરૂરિયાતમંદ દીકરીઓને લગ્ન બાદ
નાણાંકીય સહાય આપવામાં આવે છે.
લાભાર્થીગુજરાત રાજ્યની પાત્રતા ધરાવી કન્યાઓ
અરજી કરવાની રીતઓનલાઇન
Kuvarbai Nu Mameru Yojana Amount -1તારીખ-01/04/2021 પહેલાં લગ્ન કરેલા હોય તો
તેવી કન્યાઓને 10,000 રૂપિયાની સહાય
Kuvarbai Nu Mameru Yojana Amount -2ગુજરાતની કન્યાઓએ તારીખ-01/04/2021 પછી
લગ્ન કરેલા હોય તો તેવી કન્યાઓને 12,000 રૂપિયા સહાય
Kuvarbai Nu Mameru Yojana Official Website https://esamajkalyan.gujarat.gov.in/
Kuvarbai Nu Mameru Yojana

Kuvarbai Nu Mameru Yojana 2023: ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારોની દિકરીઓના કલ્યાણ માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ ચાલે છે. જેમાં કુંવરબાઈનું મામેરું યોજનાનો સમાવેશ થાય છે. આ લગ્ન સહાય યોજના દ્વારા ગરીબ પરિવારોને સિધી આર્થિક રીતે મદદરૂપ થવાના ઉદ્દેશ રહેલો છે. લગ્ન કરેલી દીકરીઓને DBT (Direct Benefit Transfer) દ્વારા સીધી એમના બેંક ખાતામાં સહાય ચૂકવાય છે.

કુંવરબાઈનું મામેરું યોજનાનો ઉદેશ્ય: 

ગુજરાત રાજ્યમાં આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્ન પ્રસંગે તેમના પરિવારને રૂ. 12,000ની સહાય આપવા માટે કુંવરબાઈનું મામેરૂ યોજના ચલાવવામાં આવે છે. આ યોજનાનો લક્ષ્ય દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા અને સમાજમાં બાળલગ્નને અટકાવવાનો છે.

કુંવરબાઈનું મામેરું યોજના 2023 માટેની પાત્રતા

કુંવરબાઈનું મામેરૂ યોજના ફોર્મ માટેની પાત્રતા નીચે મુજબ છે:

  • લાભાર્થી ગુજરાત રાજ્યનો મૂળ વતની હોવો જોઈએ.
  • અરજદાર આર્થિક રીતે નબળા પરિવાર હોવો જોઈએ.
  • લાભાર્થી પરિવારની વાર્ષિક આવક ગ્રામીણ વિસ્તારમાં રૂ. 1,20,000 અને શહેરી વિસ્તારમાં રૂ. 1,50,000થી વધુ ન હોવી જોઈએ.
  • લાભાર્થી દીકરીના લગ્ન તારીખ 01/04/2021 પછી થયા હોવા જોઈએ.
  • લાભાર્થી દીકરીની વય લગ્ન સમયે 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ.
  • લાભાર્થી પરિવારની દીકરીઓની સંખ્યા બેથી વધુ ન હોવી જોઈએ.

Kuvarbai Nu Mameru Yojana Required Documents

ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી કુંવરબાઈનું મામરું યોજનાનો લાભ મેળવવા માટે નીચેના દસ્તાવેજોની જરૂર પડે છે:

  • કન્યાનું આધારકાર્ડ
  • લાભાર્થી કન્યાના પિતાનું આધારકાર્ડ
  • કન્યાનો જાતિનો દાખલો
  • કન્યાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા જન્મનું પ્રમાણપત્ર
  • લાભાર્થી કન્યાના પિતાનો અથવા વાલીનો વાર્ષિક આવકનો દાખલો
  • કન્યાના રહેઠાણનો પુરાવો
  • કન્યાની બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ ( કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે)
  • વર-કન્યાનો સંયુક્ત ફોટો
  • વરની જન્મતારીખનો આધાર (L.C/જન્મ તારીખનો દાખલો/ અભણ હોય ત્યારે સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)
  • લગ્નનોંધણી પ્રમાણપત્ર
  • કન્યાના પિતા/વાલીનું સ્વ-ઘોષણા (Self-Declaration)
  • કન્યાના પિતા હયાત ન હોય તો મરણનો દાખલો
  • આવકનો દાખલો ( નવા નિયમ મુજબ કુટુંબની આવક રૂ.૬,૦૦,૦૦૦/-થી વધુ ન હોવી જોઇએ.

કુંવરબાઈનું મામરું યોજના મળવાપાત્ર લાભ

ગુજરાતમાં આર્થિક રીતે નબળા પરિવારની દીકરીને લગ્ન સમયે આ યોજના હેઠળ આર્થિક સહાય આપવામાં આવે છે. પહેલા રૂ.૧૦૦૦૦/- ની સહાય સીધી બેંક ખાતામાં આપવમાં આવતી હતી પરંતુ હવે આ રકમમાં વધારો કરવામાં આવેલ છે.

  • તા.૦૧/૦૪/૨૦૨૧ પહેલા લગ્ન કરેલ કન્યાને રૂ. ૧૦૦૦૦/- ની સહાય ચુકવવામાં આવે છે.
  • તા.૦૧/૦૪/૨૦૨૧ પછી લગ્ન કરેલ કન્યાને રૂ. ૧૨૦૦૦/- ની સહાય ચુકવવામાં આવે છે.

કુંવરબાઈનું મામરું યોજના માટે અરજી કરવાની રીત

ઓફ્લાઇન

સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા કુંવરબાઈનું મામેરું યોજના માટે અરજીપત્રક pdf બનાવેલ છે. આ અરજીપત્રક જ્ઞાતિ મુજબ બહાર પાડવામાં આવ્યા છે. વિકસતી જાતિ કલ્યાણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ અરજીપત્રકનું નામ “Kuvarbai Nu Mameru Yojana For SEBC” છે. આ અરજીપત્રકનો ઉપયોગ વિકસતી જાતિઓ (SEBC) અને અન્ય પછાત વર્ગોની કન્યાઓ માટે કરવામાં આવે છે. અનુસુચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ અરજીપત્રકનું નામ “Kuvarbai Nu Mameru Yojana For SC” છે. આ અરજીપત્રકનો ઉપયોગ અનુસુચિત જાતિ (SC)ની કન્યાઓ માટે કરવામાં આવે છે.

ઓનલાઇન

ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે ઓનલાઈન સમાજ કલ્યાણ પોર્ટલની સુવિધા ઉપલબ્ધ છે. આ પોર્ટલ પરથી નાગરિકો ઘરે બેઠા જ વિવિધ પ્રકારની યોજનાઓ માટે અરજી કરી શકે છે.

કુંવરબાઈનું મામેરું યોજના ઓનલાઈન અરજી પ્રક્રિયા

સ્ટેપ 1: વેબસાઈટ પર જાઓ

સૌપ્રથમ, ગુજરાત સરકારની સત્તાવાર વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in/ પર જાઓ.

સ્ટેપ 2: રજીસ્ટર કરો

જો તમે અગાઉ રજીસ્ટ્રેશન કર્યું ન હોય, તો “New User? Please Register Here” પર ક્લિક કરો અને રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરો.

સ્ટેપ 3: લૉગિન કરો

તમારું રજીસ્ટ્રેશન સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી, “Citizen Login” પર ક્લિક કરો અને તમારી લૉગિન માહિતી દાખલ કરો.

સ્ટેપ 4: યોજના પસંદ કરો

તમારું લૉગિન થયા પછી, “Kuvarbai Nu Mameru Yojana” પર ક્લિક કરો.

સ્ટેપ 5: ઓનલાઈન ફોર્મ ભરો

કુંવરબાઈનું મામેરું યોજના ઓનલાઈન ફોર્મમાં, તમારે તમારી વ્યક્તિગત માહિતી, પરિવારની આવક, લગ્નની માહિતી વગેરે ભરવાની રહેશે.

સ્ટેપ 6: અરજી સબમિટ કરો

તમામ માહિતી ભર્યા પછી, “Submit” બટન પર ક્લિક કરો.

સ્ટેપ 7: અરજી નંબર મેળવો

અરજી સબમિટ કર્યા પછી, તમને એક અરજી નંબર મળશે. આ અરજી નંબરને સાચવીને રાખો.

સ્ટેપ 8: અસલ દસ્તાવેજો અપલોડ કરો

ઓનલાઈન અરજીને આધારે, “Upload Document” પર ક્લિક કરો અને તમારા અસલ દસ્તાવેજો અપલોડ કરો.

સ્ટેપ 9: અરજીની સ્થિતિ તપાસો

તમારી અરજીની સ્થિતિ તપાસવા માટે, “Application Status” પર ક્લિક કરો.

સ્ટેપ 10: અરજીની પ્રિન્ટ કાઢો

અરજીની સ્થિતિ “Approved” થયા પછી, તમે તમારી અરજીની પ્રિન્ટ કાઢી શકો છો.

Application Status Check

કુંવરબાઈનું મામેરું યોજના અરજીની સ્થિતિ તપાસવાની પ્રક્રિયા

સ્ટેપ 1: વેબસાઈટ પર જાઓ

સૌપ્રથમ, ગુજરાત સરકારની સત્તાવાર વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in/ પર જાઓ.

સ્ટેપ 2: લૉગિન કરો

તમારી લૉગિન માહિતી દાખલ કરીને “Citizen Login” પર ક્લિક કરો.

સ્ટેપ 3: Application Status પર ક્લિક કરો

તમારા લૉગિન થયા પછી, “Application Status” પર ક્લિક કરો.

સ્ટેપ 4: અરજી નંબર અને જન્મ તારીખ દાખલ કરો

અરજીની સ્થિતિ તપાસવા માટે, તમારી અરજી નંબર દાખલ કરો અને “Search” બટન પર ક્લિક કરો.

સ્ટેપ 5: અરજીની સ્થિતિ જુઓ

તમારી અરજીની સ્થિતિ તમારી સ્ક્રીન પર દેખાશે.

કુંવરબાઈનું મામેરું યોજના અરજીની સ્થિતિના વિવિધ સ્તરો

  • Pending: અરજી હજુ પણ પ્રક્રિયા હેઠળ છે.
  • Approved: અરજી મંજૂર થઈ છે.
  • Rejected: અરજી નકારી કાઢવામાં આવી છે.
  • Completed: અરજી પૂર્ણ થઈ ગઈ છે.
HomepageClick Here
Official WebsiteClick Here
Direct Link For RegistrationClick Here
Help Line NumberClick Here

FAQs

કુંવરબાઈનું મામેરું યોજના Status કેવી રીતે ચેક કરવુ?

ગુજરાત સરકારની સત્તાવાર વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in/ પર જઇ ચેક કરવાનું રેહશે.

કુંવરબાઈનું મામેરું યોજનાની અરજી કેવી રીતે કરવી?

કુંવરબાઈનું મામેરું યોજનાની અરજી ઓફ્લાઇન તેમેજ ઓનલાઇન બન્ને રીતે થસે.

કુંવરબાઈનું મામેરું યોજનાનું PDF ફોર્મ કયાંથી મેળવવું?

કુંવરબાઈનું મામેરું યોજનાનું PDF ફોર્મ સત્તાવાર વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in/ પરથી મળશે.

કુંવરબાઈનું મામેરું યોજના હેલ્પલાઇન નંબર કયો છે?

કુંવરબાઈનું મામેરું યોજના હેલ્પલાઇન નંબર માટે આ લિંક પર ક્લિક કરો.

1 thought on “કુંવરબાઈનું મામેરું યોજના 2023| Kuvarbai Nu Mameru Yojana Online Form”

Leave a comment

Discover the Wealthiest 10: Global Billionaires Ranking 10 Ways To Turn Your Child Into A Good Human Being Savor the Creamy Perfection: The Best White Chicken Chili Recipe A Taste of Home: The All-American Banana Bread Recipe विराट कोहली: फर्श से अर्श तक