Shramyogi Prasuti Sahay Yojana Gujarat I પ્રસૂતિ માટે મળશે રૂ.37500/-ની આર્થિક સહાય I શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના 2023 I

shramyogi prasuti sahay yojana
Shram Yogi Prasuti Sahay Yojana

Shramyogi Prasuti Sahay Yojana Gujarat 2023 I શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના શું છે? I મળવાપાત્ર સહાય I જરૂરી ડોક્યુમેન્ટ I સહાય માટે અરજી કેવી રીતે કરવી? I પાત્રતા I નિયમો I ઓનલાઈન અરજી I ફોર્મ ડાઉનલોડ I (What is Shramyogi Prasuti Sahay Yojana? I Required Document I Benefits I How To apply I Eligibility I Rules I Online Apply I Form Download I Help Line Number I Official Website)

કોઈ પણ દેશના વિકાસ માટે શ્રમયોગીઓનું યોગદાન ખૂબ જ મહત્વનું હોય છે. આ બાબતે સરકાર દ્વારા વિવિધ વર્ગના લોકો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. સરકાર દ્વારા મહિલાઓના ઉત્થાન માટે તથા સર્વાંગી વિકાસ માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. આવી યોજનાઓના ભાગરૂપે શ્રમિક મહિલાઓને સગર્ભાવસ્થા દરમ્યાન તેમનું સ્વાસ્થય જાળવણી અને ખર્ચને પહોંચી વળવા માટે યોજનાઓ શરૂ કરી છે.

મિત્રો આજે આ લેખમાં આવી જ એક યોજના Shramyogi Prasuti Sahay Yojana વિષે વિગતવાર જણાવીશું કે આ યોજનામાં મળતી રૂ.37500/-ની સહાય કેવી રીતે મેળવી શકાય.

Shramyogi Prasuti Sahay Yojana Gujarat Overview:

યોજનાનું નામ શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના
( Shramyogi Prasuti Sahay Yojana )
કોણ દ્વારા સહાય આપવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા
વિભાગ બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ
લાભાર્થી મહિલા શ્રમયોગી અથવા પુરુષ શ્રમયોગીની પત્ની
મળવાપાત્ર સહાય રૂ.37500/-
સત્તાવાર વેબસાઇટ https://sanman.gujarat.gov.in/
હેલ્પ લાઇન નંબર 079-25502271

શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના શું છે? (What Is Shramyogi Prasuti Sahay Yojana?

ગુજરાત રાજ્યના શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા મહિલા શ્રમયોગી અથવા પુરુષ શ્રમયોગીની પત્નીને પ્રસૂતિ ગાળા દરમ્યાન અને પ્રસૂતિ બાદ દવા ખર્ચ, હોસ્પિટલ ખર્ચ તેમજ પૌષ્ટિક આહાર ખર્ચ ને પહોંચી વળવા માટે સરકાર દ્વારા પ્રથમ બે પ્રસૂતિ માટે આર્થિક સહાય આપવામાં આવે છે.

શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજનાનો લાભ કોણ લઈ શકે?

ગુજરાત રાજ્યના શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા મહિલા શ્રમયોગી અથવા પુરુષ શ્રમયોગીની પત્નીને આ યોજનાનો લાભ મળે છે.

શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના માટે મળવાપાત્ર લાભ અને પાત્રતા: Benefits & Eligibility

શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા શ્રમિકોને નીચે મુજબના લાભ મળવાપાત્ર છે.

  1. બોર્ડમાં નોંધાયેલ શ્રમિકની પત્નીના કિસ્સામાં રૂ.6000/- સુધીની સહાય મળવાપાત્ર છે.
  2. બોર્ડમાં નોંધાયેલ શ્રમિક મહિલાના કિસ્સામાં સગર્ભાવસ્થા દરમ્યાન પ્રથમ તબક્કામાં રૂ.17500/-ની સહાય મળવાપાત્ર છે.
  3. અને પ્રસૂતિ થાય બાદ રૂ.20000/- ની સહાય મળવાપાત્ર છે. આમ કુલ રૂ.37500/-ની સહાય મળે છે.
  4. આ મળવાપાત્ર સહાય ફકત પ્રથમ બે પ્રસૂતિ સુધી જ લઈ શકાય છે.

શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના નિયમો:

  • ગર્ભ રહ્યાંના 6 મહીનાની અંદર આ સહાય મેળવવા અરજી કરવાની રેહશે.
  • સહાયની રકમ સીધી લાભાર્થીના બેંક ખાતામાં DBT થી જમા થશે.
  • કસુવાવડ થઈ હોય તેવી લાભાર્થી મહિલાઓને પણ આ લાભ મળવાપાત્ર થશે. (કસુવાવડ કે મૃત બાળકના કિસ્સામાં માન્ય PHC/CHC/SUB DISTRICT HOSPITAL/CIVIL HOSPITAL ના ડોકટરનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રેહશે. ( ગર્ભ રહ્યા બાદ 26 અઠવાડિયા દરમ્યાન થયેલી કસુવાવડના કિસ્સામાં જ આ લાગુ પડશે.)
  • પ્રસૂતિ પહેલાંની સહાય મેળવવા 6 મહીનાની અંદર અરજી કરવાની રેહશે તથા અરજી સાથે માન્ય ડોકટર નું પ્રમાણપત્ર તેમજ મમતા કાર્ડમાં નોંધણી હોવી ફરજિયાત છે.

શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજ:

  • લાભાર્થીના આધારકાર્ડની નકલ
  • મમતા કાર્ડની નકલ
  • કસુવાવડના કિસ્સામાં માન્ય PHC/CHC/SUB DISTRICT HOSPITAL/CIVIL HOSPITAL ના ડોકટરનું પ્રમાણપત્ર
  • રેશનકાર્ડ ની નકલ
  • બેન્ક પાસબુકની નકલ
  • સોગંદનામું

શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના માટે ઓનલાઇન અરજી:

Shramyogi Prasuti Sahay Yojana માટે ઓનલાઇન અરજી કરવા શ્રમયોગી કલ્યાણ બોર્ડની અધિકૃત વેબસાઇટ https://sanman.gujarat.gov.in/ પર રજીસ્ટ્રેશન કરવાનું રેહશે. ત્યારબાદ ઓનલાઇન અરજી કરવાની રેહશે.

શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના માટે ફોર્મ ડાઉનલોડ:

પ્રસુતિ પહેલા નું ફોર્મ ડાઉનલોડ કરો
પ્રસુતિ પછી નું ફોર્મ ડાઉનલોડ કરો
સત્તાવાર વેબસાઇટ https://bocwwb.gujarat.gov.in
https://sanman.gujarat.gov.in/
હેલ્પ લાઇન નંબર 079-25502271

અન્ય વાંચો: Laptop Sahay Yojana Gujarat 2023 Apply Online I લેપટોપ સહાય યોજના ગુજરાત 2023

FAQs:

પ્રસુતિ સહાય યોજના હેઠળ કેટલી સહાય મળવાપાત્ર છે?

શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ શ્રમિક મહિલાના કિસ્સામાં સગર્ભાવસ્થા દરમ્યાન પ્રથમ તબક્કામાં રૂ.17500/-ની સહાય મળવાપાત્ર છે. અને પ્રસૂતિ થાય બાદ રૂ.20000/- ની સહાય મળવાપાત્ર છે. આમ કુલ રૂ.37500/-ની સહાય મળે છે.

જો કોઈ મહિલા ને કસુવાવડ થઈ હોય તો તે આ યોજના નો લાભ લઈ શકે છે?

હા,કસુવાવડ થઈ હોય તેવી લાભાર્થી મહિલાઓને પણ આ લાભ મળવાપાત્ર થશે. (કસુવાવડ કે મૃત બાળકના કિસ્સામાં માન્ય PHC/CHC/SUB DISTRICT HOSPITAL/CIVIL HOSPITAL ના ડોકટરનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રેહશે. ( ગર્ભ રહ્યા બાદ 26 અઠવાડિયા દરમ્યાન થયેલી કસુવાવડના કિસ્સામાં જ આ લાગુ પડશે.)

પ્રસૂતિ સહાય યોજના માટે અરજી કેવી રીતે કરવી?

પ્રસૂતિ સહાય માટે અધિકૃત વેબસાઇટ પર જઈ ઓનલાઇન અરજી કરી શકાય છે અથવા શ્રમ કલ્યાણ બોર્ડ કચેરીમાં જઈ ફ્રોમ ભરી અરજી કરી શકાય છે.

1 thought on “Shramyogi Prasuti Sahay Yojana Gujarat I પ્રસૂતિ માટે મળશે રૂ.37500/-ની આર્થિક સહાય I શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના 2023 I”

Leave a comment

Discover the Wealthiest 10: Global Billionaires Ranking 10 Ways To Turn Your Child Into A Good Human Being Savor the Creamy Perfection: The Best White Chicken Chili Recipe A Taste of Home: The All-American Banana Bread Recipe विराट कोहली: फर्श से अर्श तक